ગુજરાતમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન: ગાજવીજ સાથે વરસાદની સંભાવના
ગુજરાતમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન: ગાજવીજ સાથે વરસાદની સંભાવના
Published on: 04th June, 2026

ગુજરાતમાં હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની જાહેરાત કરી છે. આ સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, અને દાદરા નગર હવેલીમાં પણ અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.