ગુજરાતના ૧૩ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
ગુજરાતના ૧૩ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
Published on: 14th August, 2026

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યના ૧૩ જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ છે. અલનીનોની અસર છતાં ગુજરાત રિજ્યનમાં સારો વરસાદ પડી રહ્યો છે, જોકે કચ્છ-સૌરાષ્ટ્રમાં શક્યતા ઓછી છે. ૨૫ ઓગસ્ટ પછી વધુ વરસાદની આશા છે.