ગુજરાતમાં ચોમાસા પૂર્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: અમરેલીમાં કરા, રાજકોટ-જામનગરમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસા પૂર્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: અમરેલીમાં કરા, રાજકોટ-જામનગરમાં વરસાદ
Published on: 04th June, 2026

ભારતમાં ચોમાસાની આગેકૂચ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના અમરેલી, જામનગર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. સુરેન્દ્રનગરના સાયલા અને મહીસાગરના કડાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો. અમરેલીના બાબરા, વડિયા, બગસરા પંથકમાં કરાં સાથે વરસાદ વરસ્યો. માર્ગો પર પાણી વહેતા થયાં. આવતીકાલ સુધી વરસાદનું એલર્ટ છે, ત્યારબાદ ફરી ગરમીમાં વધારો થશે.