ઉત્તર પ્રદેશમાં ગંગા-યમુના ભયજનક સ્તરે
ઉત્તર પ્રદેશમાં ગંગા-યમુના ભયજનક સ્તરે
Published on: 04th September, 2026

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે ગંગા, યમુના સહિત અનેક મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી રહી છે. જેના લીધે સેંકડો ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને હજારો એકર પાક પાણીમાં ગરકાવ થયો છે. છેલ્લા 24 કલાકમાં દીવાલ ધરાશાયી થવી, વીજળી પડવી જેવી ઘટનાઓમાં 8 લોકોનાં મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. ચિત્રકૂટ જિલ્લામાં મંદાકિની નદીના કારણે ભારે વિનાશ થયો છે, જ્યાં 565 મકાનો ધરાશાયી થયા છે અને 16 ગામો ડૂબી ગયા છે. NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો રાહત અને બચાવ કાર્યમાં સક્રિય છે.