ચોમાસા પહેલા નવસારીના અધૂરા રસ્તા પ્રોજેક્ટ પૂર્ણ કરવા મેયરની તાકીદ
ચોમાસા પહેલા નવસારીના અધૂરા રસ્તા પ્રોજેક્ટ પૂર્ણ કરવા મેયરની તાકીદ
Published on: 04th June, 2026

નવસારીમાં 100 કરોડથી વધુના GUDC ડ્રેનેજ અને પાણીના કામોને કારણે ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે મેયરે સ્થળ મુલાકાત લીધી હતી. દિવ્ય ભાસ્કરમાં 9 મોટા પ્રોજેક્ટો અધૂરા હોવાના અહેવાલ બાદ, મેયર અશોક ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયે વિરાવળ, ઇટાળવા, ગ્રીડ રોડ, એરુ જેવા વિસ્તારોની મુલાકાત લીધી. ખોદકામ અને તૂટેલા રસ્તાઓ જોઈ, ચોમાસુ નજીક હોવાથી તાત્કાલિક પુરાણ કરી લોકોને સુવિધા આપવા સૂચના અપાઈ.