બનાસકાંઠામાં મધ્યમ વરસાદની શક્યતા
બનાસકાંઠામાં મધ્યમ વરસાદની શક્યતા
Published on: 04th June, 2026

બનાસકાંઠા જિલ્લાના હડાદ પંથકમાં બુધવારે વાવાઝોડા, ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન હડાદ વિસ્તારમાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને કરા પડતાં અનેક વિસ્તારોમાં અફરાતફરી સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યો છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. આજે જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ અને 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.