UPનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર!
UPનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર!
Published on: 21st May, 2026

દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. 25 મેથી શરૂ થતા નૌતપા પહેલા જ ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાન 48°C સુધી પહોંચ્યું, જે વિશ્વનું ત્રીજું સૌથી ગરમ શહેર બન્યું. ઉત્તર ભારતમાં પાકિસ્તાનના બલુચિસ્તાન અને થાર રણમાંથી આવતી ગરમ હવાઓના કારણે હીટવેવ વધી છે. અનેક રાજ્યોમાં 46°Cથી વધુ તાપમાન નોંધાયું છે. આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વધુ પાણી પીવા અને બપોરે તડકાથી બચવાની સલાહ આપી છે. બીજી તરફ ચોમાસું હાલ આંદામાન-નિકોબાર પાસે અટક્યું છે, જ્યારે પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.