ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી.
ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી.
Published on: 21st May, 2026

India Meteorological Department મુજબ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.