પાટણમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત, વીજળી ગુલ, ધૂળની ડમરીઓ ઉડી
પાટણમાં ભારે પવન સાથે વરસાદ, ગરમીથી રાહત, વીજળી ગુલ, ધૂળની ડમરીઓ ઉડી
Published on: 02nd June, 2026

પાટણ જિલ્લા અને શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદ શરૂ થતાં લાંબા સમયની ગરમીથી નાગરિકોને રાહત મળી હતી. જોકે, તીવ્ર પવનના કારણે શહેરના માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી હતી અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદના આગમનથી તાપમાનનો પારો ગગડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, જેનાથી લોકોએ મોટી રાહત અનુભવી.