રાજકોટમાં વરસાદનો અભાવ
રાજકોટમાં વરસાદનો અભાવ
Published on: 16th July, 2026

રાજકોટમાં વરસાદની ઘટ પાછળ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમનો અભાવ, ભેજવાળા પવનોનું દક્ષિણ તરફ ફંટાવવું અને ઓફ-શોર ટ્રફનું નબળું પડવું જેવા કારણો છે. આ કારણે વાદળો બનવા છતાં વરસાદ રાજકોટ સુધી પહોંચી શકતો નથી. ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જે ચિંતાજનક છે. આગામી 20 જુલાઈ સુધી છૂટોછવાયો વરસાદની શક્યતા છે, જ્યારે 25-31 જુલાઈ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.