ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Published on: 04th June, 2026

ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવાની સલાહ અપાઈ છે.