પાકિસ્તાનના બલુચિસ્તાન-ખૈબરપખ્તુન્વા સરહદ પર બસ ખાઇમાં પડતાં ૪૦ લોકોના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાન-ખૈબરપખ્તુન્વા સરહદ પર બસ ખાઇમાં પડતાં ૪૦ લોકોના મોત
Published on: 03rd July, 2026

પાકિસ્તાનમાં એક ભયાનક બસ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં બલુચિસ્તાનના શેરાની જિલ્લામાંથી ખૈબરપખ્તુન્વાના ડેરા ઇસ્માઇલખાન તરફ જઈ રહેલી બસ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા છે અને ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, બસમાં મૂળ ૩૬ મુસાફરો હતા, પરંતુ માર્ગમાં એક ખરાબ થયેલી બસના ૧૨ મુસાફરો પણ તેમાં બેસી ગયા હતા. બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.