લારા ટ્રમ્પ: મને સમજાતું નથી કે ટ્રમ્પને ટેકો આપનારા શા માટે તેને ઇઝરાયલની કઠપૂતળી કહે છે
લારા ટ્રમ્પ: મને સમજાતું નથી કે ટ્રમ્પને ટેકો આપનારા શા માટે તેને ઇઝરાયલની કઠપૂતળી કહે છે
Published on: 02nd July, 2026

ટ્રમ્પના ત્રીજા સંતાન એરિક ટ્રમ્પનાં ધર્મપત્ની લારા ટ્રમ્પે કહ્યું કે, મને સમજાતું નથી કે ટકર કાર્લસન જેવા લોકો શા માટે પ્રમુખ ટ્રમ્પને ઇઝરાયલ ની કઠપૂતળી કહે છે. મધ્યસત્ર ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે Republican પાર્ટીના અગ્રણી સભ્યો દ્વારા જ આ પ્રકારની ટીકા કરવી ઘણું ભયાવહ છે. ટકર કાર્લસન જેવા લોકો પણ વિચિત્ર વલણ દર્શાવી રહ્યા છે. આવા વલણથી Republican પાર્ટી અને સમગ્ર રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે.