Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કુકે 15 વર્ષ બાદ CEO પદ છોડ્યું
Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કુકે 15 વર્ષ બાદ CEO પદ છોડ્યું
Published on: 01st September, 2026

એપલ કંપનીમાં 15 વર્ષ બાદ ઐતિહાસિક નેતૃત્વ પરિવર્તન થયું છે. 1 સપ્ટેમ્બર 2026થી ટિમ કુકના સ્થાને જ્હોન ટર્નસ એપલના નવા CEO બન્યા છે. ટિમ કુક, જેમણે ઓગસ્ટ 2011માં સ્ટીવ જોબ્સ પછી CEO પદ સંભાળ્યું હતું, તેઓ હવે એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા નિભાવશે. જ્હોન ટર્નસે 2001માં એપલ જોઈન કર્યું હતું અને તેઓ હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા. તેમણે iPhone, iPad, AirPods અને Mac માટે M-સીરિઝ ચિપ્સ જેવી મુખ્ય પ્રોડક્ટ્સનું નેતૃત્વ કર્યું છે, જે એપલની 80% આવકનો સ્ત્રોત છે.