મોદીનું આતંકવાદ સામે આક્રમક વલણ, પાકિસ્તાનને આડે હાથ લીધું
મોદીનું આતંકવાદ સામે આક્રમક વલણ, પાકિસ્તાનને આડે હાથ લીધું
Published on: 02nd September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રશિયા અને ચીનના નેતાઓને આતંકવાદને હથિયાર બનાવનારા દેશો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી. મોદીએ સ્પષ્ટ કર્યું કે આતંકવાદના ઇકોસિસ્ટમ, જેમાં ફંડિંગ અને નાણાકીય સહાયનો સમાવેશ થાય છે, તેની સામે આક્રમક પગલાં લેવા જરૂરી છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પાણીના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી, ત્યારે મોદીએ આતંકવાદને મુખ્ય ખતરો ગણાવ્યો.