બાંગ્લાદેશથી ભારતમાં દુર્લભ વન્ય જીવોની દાણચોરીનું રેકેટ ઝડપાયું
બાંગ્લાદેશથી ભારતમાં દુર્લભ વન્ય જીવોની દાણચોરીનું રેકેટ ઝડપાયું
Published on: 06th August, 2026

પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને ડીઆરઆઈની સંયુક્ત ટીમોએ દરોડા પાડીને બાંગ્લાદેશથી ભારતમાં દુર્લભ વન્ય જીવોની દાણચોરી કરતા ત્રણ આરોપી અર્જુન મંજલ, સૈકત બિશ્વાસ અને હિમાંશુ મંડલની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ઈજિપ્શિયન ગીધ અને સ્લો લોરિસ વાંદરા સહિતના વન્ય જીવો કબ્જે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અર્જુન મંડલ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને ભારતમાં તેનું વેચાણ કરવા માટે સુનિયોજિત નેટવર્ક ચલાવતો હોવાનું જણાયું છે. આ રેકેટના આંતરરાષ્ટ્રીય જોડાણો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે.