અમદાવાદમાં ફૂડ ક્વોલિટી અને ફિડબેક માટે QR કોડ: સ્ટ્રીટ વેન્ડરોની પારદર્શકતા વધારવા AMCનો પહેલ
અમદાવાદમાં ફૂડ ક્વોલિટી અને ફિડબેક માટે QR કોડ: સ્ટ્રીટ વેન્ડરોની પારદર્શકતા વધારવા AMCનો પહેલ
Published on: 18th June, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગ દ્વારા સ્ટ્રીટ ફૂડ વેન્ડરોમાં સ્વચ્છતા, હાઇજીન અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે QR કોડ આધારિત રજિસ્ટ્રેશન અને ફિડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પહેલથી વેન્ડરોની કામગીરીમાં પારદર્શકતા વધશે અને અસરકારક મોનિટરિંગ શક્ય બનશે. QR કોડ સ્કેન કરીને વેન્ડરો સરળતાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે, જેમાં તેમના વ્યવસાયના સ્થળનું GPS લોકેશન કેપ્ચર કરાશે.