બુલેટ ટ્રેન કામગીરી: 5 જૂનની રાત્રે અમદાવાદનો અનુપમ બ્રિજ બંધ, વૈકલ્પિક રૂટ જાહેર
બુલેટ ટ્રેન કામગીરી: 5 જૂનની રાત્રે અમદાવાદનો અનુપમ બ્રિજ બંધ, વૈકલ્પિક રૂટ જાહેર
Published on: 04th June, 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સ્ટીલ બ્રિજ લોન્ચિંગની કામગીરીના કારણે 5 જૂન 2026ની રાત્રે અમદાવાદનો અનુપમ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજ કાંકરિયા અને એપેરલ પાર્કને જોડે છે. વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરાયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે ભવિષ્યમાં પણ અમુક સમયે રાત્રે બ્રિજ બંધ રહેવાની શક્યતા છે.