મ્યાંમારના ક્યાઉક્તાવમાં સેનાની એરસ્ટ્રાઈકમાં 50 લોકોના મોત
મ્યાંમારના ક્યાઉક્તાવમાં સેનાની એરસ્ટ્રાઈકમાં 50 લોકોના મોત
Published on: 29th September, 2026

મ્યાંમારના ક્યાઉક્તાવમાં માર્કેટ પર સેનાની એરસ્ટ્રાઈકથી ઓછામાં ઓછા ૪૯ લોકોના મોત થયા છે અને ૫૮થી વધુ ઘાયલ થયા છે, જેમાં ૨૨ની હાલત ગંભીર છે. ચીન તરફી લશ્કરી જુંટાએ સત્તા ગ્રહણ કર્યા બાદ જનતા પર ત્રાસ ગુજારવો શરૂ કર્યો છે. આરાકાન આર્મી જેવા વિપ્લવી જૂથો મ્યાંમાર સેના સામે લડી રહ્યા છે. આ હુમલામાં અનેક મકાનો ધ્વસ્ત થયા, વાહનો સળગી ઉઠ્યા અને પુલ તૂટી ગયો. આ યુદ્ધથી ખાદ્યાન્ન સહિત અનેક બાબતોની અછત સર્જાઈ છે.