પાકિસ્તાને બાંગ્લાદેશના યુરેનિયમ કાર્ગોને રોકતા સંબંધોમાં તણાવ
પાકિસ્તાને બાંગ્લાદેશના યુરેનિયમ કાર્ગોને રોકતા સંબંધોમાં તણાવ
Published on: 29th September, 2026

રશિયાથી બાંગ્લાદેશ જઈ રહેલું યુરેનિયમ કાર્ગો પાકિસ્તાને એરસ્પેસ ક્લિયરન્સ ન આપતા અટક્યું છે. બાંગ્લાદેશના પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે મોકલવામાં આવેલું આ ઇંધણ, સમયસર પહોંચી શક્યું નથી. પાકિસ્તાનના આ પગલાથી બાંગ્લાદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયમાં ચિંતા ફેલાઈ છે. આ કાર્ગોની ડિલિવરી માટે હવે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની નવી તારીખ પ્રસ્તાવિત કરવામાં આવી છે. પાકિસ્તાને કયા કારણોસર એરસ્પેસ બ્લોક કર્યું તે સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટનાએ વૈશ્વિક રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે.