ઓસ્ટ્રેલિયા ટેક કંપનીઓ પર પત્રકારત્વ ભંડોળ માટે ટેક્સ લાદશે.
ઓસ્ટ્રેલિયા ટેક કંપનીઓ પર પત્રકારત્વ ભંડોળ માટે ટેક્સ લાદશે.
Published on: 30th April, 2026

ઓસ્ટ્રેલિયાની સરકારે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પોતાની આવકમાંથી અમુક હિસ્સો આપીને પત્રકારત્વમાં આર્થિક યોગદાન આપે. આ યોજનાનો હેતુ મેટા, ગૂગલ અને ટિકટોક જેવી કંપનીઓને ન્યુઝ સંગઠનો સાથે સોદા કરવા પ્રોત્સાહિત કરવાનો છે. સરકારનો જુલાઈના પ્રારંભ સુધી સુધી સંસદમાં બિલ રજૂ કરવાનો ઈરાદો છે અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી પત્રકારત્વ સાથે સંકળાયેલ સામગ્રી માટે યોગ્ય વળતર સુનિશ્ચિત કરવા આવશ્યક પગલુ ગણાવ્યું છે.