સુધરી જાવ... હવે હું મિસ્ટર NICE નહીં બનું: પરમાણુ હથિયારો મુદ્દે ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ
સુધરી જાવ... હવે હું મિસ્ટર NICE નહીં બનું: પરમાણુ હથિયારો મુદ્દે ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ
Published on: 29th April, 2026

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપતા કહ્યું કે ઈરાને ટૂંક સમયમાં પરમાણુ હથિયાર વગરનો કરાર કરવો પડશે, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઈરાન યોગ્ય રીતે કરાર કરતા જાણતું નથી અને તેણે ઝડપથી સમજણ બતાવવી જોઈએ. ટ્રમ્પની પોસ્ટ ઘણી ડ્રામેટિક છે, જેમાં તેઓ એક ગન સાથે વિસ્ફોટક આગની જ્વાળાઓ વચ્ચે જોવા મળી રહ્યા છે.