FIFA World Cup 2026: પેરાગ્વેએ જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી ઇતિહાસ રચ્યો
FIFA World Cup 2026: પેરાગ્વેએ જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી ઇતિહાસ રચ્યો
Published on: 30th June, 2026

FIFA World Cup 2026 માં મંગળવારે બોસ્ટન સ્ટેડિયમ ખાતે પેરાગ્વેએ 4 વખતની ચેમ્પિયન જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 થી હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. નિર્ધારિત સમય સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. આ સાથે જર્મની FIFA World Cup ના ઇતિહાસમાં પહેલીવાર પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું છે. પેરાગ્વેના જુલિયો એન્સિસો અને જર્મનીના કાઈ હેવર્ટ્ઝે ગોલ કર્યા હતા. પેનલ્ટી શૂટઆઉટમાં પેરાગ્વેના જોસે કનાલેના વિનિંગ ગોલથી ટીમે અંતિમ-16 માં સ્થાન મેળવ્યું.