પાકિસ્તાન મંત્રીની યુદ્ધની ધમકી: સિંધુ જળ પર નજર તો હાથ કાપી નાખીશું!
પાકિસ્તાન મંત્રીની યુદ્ધની ધમકી: સિંધુ જળ પર નજર તો હાથ કાપી નાખીશું!
Published on: 30th June, 2026

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર (Indus Waters Treaty - IWT) ને લઈને તણાવ વધ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કરાર સ્થગિત કરવાનો નિર્ણય લીધો. આનાથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનના ક્લાયમેટ ચેન્જ મંત્રી મુસાદિક મલિકે ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે, સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનના હિસ્સાના પાણી પર દાવો કરનારાઓના "હાથ કાપી નાખવામાં આવશે." પાકિસ્તાનનો દાવો છે કે ભારત પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.