નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે BRICS Summit 2026
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે BRICS Summit 2026
Published on: 09th September, 2026

18મું BRICS સમિટ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકની થીમ 'સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ' છે. આ બે દિવસીય શિખર સંમેલનમાં BRICS સભ્ય દેશોના નેતાઓ, ભાગીદાર દેશો અને આમંત્રિત દેશોના ટોચના નેતાઓ હાજરી આપશે. 12મી સપ્ટેમ્બરે બંધ સત્ર, "India Innovates Exhibition"ની મુલાકાત, કૌટુંબિક ફોટો અને ગાલા ડિનર યોજાશે. 13મી સપ્ટેમ્બરે "આઉટરીચ પ્રોગ્રામ" અને ખુલ્લું સત્ર યોજાશે.