ટ્રમ્પની જાહેરાતથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
ટ્રમ્પની જાહેરાતથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
Published on: 03rd August, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે ડિપ્લોમેટિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બ્રિન્ટ ક્રૂડ ઓઇલ 4.80% ઘટીને પ્રતિ બેરલ 83 ડોલર અને WTI ક્રૂડ ઓઇલ 5.30% ઘટીને પ્રતિ બેરલ 80 ડોલરની આસપાસ પહોંચી ગયું છે. આ શાંતિની આશાએ વૈશ્વિક બજારમાં રાહત આપી છે.