'ઈરાન પર પરમાણુ હુમલો નહીં કરું...', મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન પર પરમાણુ હુમલો નહીં કરું...', મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
Published on: 24th April, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, 'હું પરમાણુ હથિયારોનો ઉપયોગ શા માટે કરીશ? અમે પરંપરાગત શસ્ત્રો દ્વારા જ ઈરાનના સૈન્ય માળખાને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. કોઈએ પણ ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અમેરિકાએ આ ઘાતક હથિયાર વિના જ ઈરાનની લશ્કરી કમર તોડી નાખી છે, તેની નૌકાદળ ડૂબી ગઈ છે અને વાયુસેના તેમજ રડાર સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે.'