પાક-અફઘાનના ટુકડા?
પાક-અફઘાનના ટુકડા?
Published on: 24th April, 2026

આતંકવાદીઓ હવે વિશ્વના ક્રાંતિકારી અને અસ્થિર પ્રદેશો પર પ્રભુત્વ જમાવવા સક્રિય બન્યા છે, જ્યાં પ્રજા પોતાના જ દેશની વિરુદ્ધ હોય. કાશ્મીરમાં માત્ર નજીવી લાલચમાં આતંકવાદીઓને પનાહ આપતા દેશદ્રોહીઓને કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જે દર્શાવે છે કે ભારતને બાહ્ય દુશ્મનો કરતા આંતરિક દુશ્મનો વધુ નડે છે. બલુચિસ્તાન જેવા પ્રાંતોમાં પણ વિદેશી આતંકવાદીઓનું આગમન એ સંકેત છે કે પ્રાંતવાદના નામે લડતી પ્રજાને હવે આતંકવાદીઓનું તૈયાર સૈન્ય સરળતાથી ઉપલબ્ધ થઈ જશે, જે વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો છે.