FIFA વર્લ્ડ કપ વિજેતાઓ માટે ટ્રોફી-મેડલ સિવાય મળશે અતિ કિંમતી ખાસ ભેટ
FIFA વર્લ્ડ કપ વિજેતાઓ માટે ટ્રોફી-મેડલ સિવાય મળશે અતિ કિંમતી ખાસ ભેટ
Published on: 17th July, 2026

FIFA વર્લ્ડ કપ 2026 ના વિજેતાઓને ટ્રોફી અને ગોલ્ડ મેડલ ઉપરાંત ખાસ ડિઝાઈન કરેલી ચેમ્પિયનશિપ રિંગ પણ મળશે. FIFA ટુર્નામેન્ટમાં આ પ્રથમ વખત છે. અમેરિકાની જૂની ખેલ પરંપરાથી પ્રેરિત આ રિંગ્સ ટુર્નામેન્ટના ચેમ્પિયનને આપવામાં આવશે. ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમના કેપ્ટન અને હેડ કોચને ટેમ્પરરી રિંગ અપાશે, ત્યારબાદ તમામ 30 સભ્યો માટે વિશેષ રૂપે ફાઈનલ રિંગ તૈયાર કરાશે. કુલ 2,026 રિંગ્સ બનશે, જેમાંથી 30 વિજેતા ટીમ માટે અને બાકીની ચાહકો માટે ઉપલબ્ધ રહેશે.