રશિયાના ડ્રોન હુમલાથી બ્રિટનના પૂર્વ PM બોરિસ જોહ્નસન માંડ બચ્યા
રશિયાના ડ્રોન હુમલાથી બ્રિટનના પૂર્વ PM બોરિસ જોહ્નસન માંડ બચ્યા
Published on: 15th September, 2026

યુક્રેન-પોલેન્ડ સરહદે રશિયાના ડ્રોન હુમલામાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને અન્ય રાજદ્વારીઓ માંડ બચી ગયા. રશિયન ડ્રોન એક પેસેન્જર ટ્રેન સાથે ટકરાયું, જોકે જાનહાનિ થઈ નથી. આ ઘટના પહેલાં બોરિસ જોહ્નસન અને સ્વીડનના પૂર્વ PM કાર્લ બિલ્ડટ સહિતના નેતાઓ ધરાવતી ડિપ્લોમેટિક ટ્રેન તે લાઇન પરથી પસાર થઈ હતી. ડ્રોન નજીક આવતા ટ્રેન ખાલી કરાઈ હતી. આ હુમલાને કારણે રશિયાએ યુક્રેનમાં કાર્યવાહી વધારવાની ચીમકી ઉચ્ચારી છે, જ્યારે ફ્રાન્સના મંત્રીએ તેને યુરોપને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો.