મદીનામાં ૧૧ કરોડ ટન યુરેનિયમ અને રેર અર્થ મળ્યાનો સાઉદીનો મોટો દાવો
મદીનામાં ૧૧ કરોડ ટન યુરેનિયમ અને રેર અર્થ મળ્યાનો સાઉદીનો મોટો દાવો
Published on: 15th September, 2026

સાઉદી અરેબિયાએ મુસ્લિમો માટે પવિત્ર શહેર મદીનામાં ૧૧ કરોડ ટન યુરેનિયમ યુક્ત ઓર (કાચું ખનિજ) અને દુર્લભ ખનિજો શોધી કાઢયાનો દાવો કર્યો છે. 'જબલ સયિદ પ્રોજેક્ટ' ખાતે થયેલા સંશોધનોમાં આ સફળતા મળી છે. આ કાચા માલમાં યુરેનિયમની સાથે ભારે તત્વો સહિત દુર્લભ ખનિજો પણ મળી આવ્યા છે. આ શોધ સાઉદી અરેબિયાના 'વિઝન ૨૦૩૦' અને એનર્જી-ડાયવર્સિફિકેશન ડ્રાઇવ માટે ખૂબ મહત્વની છે. અમેરિકા સાથેના તાજેતરના નાગરિક પરમાણુ કરારને કારણે આ શોધ વધુ ચર્ચામાં આવી છે.