સુદાનમાં સોનાની ખાણ ધસી પડતાં 93 લોકોના મોત
સુદાનમાં સોનાની ખાણ ધસી પડતાં 93 લોકોના મોત
Published on: 21st September, 2026

સુદાનમાં સાત દિવસમાં બીજી વખત સોનાની ખાણ ધસી પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાઓમાં કુલ 93 લોકોના મોત થયા છે, અને અસંખ્ય શ્રમિકો હજુ પણ કાટમાળમાં દટાયેલા છે. તાજેતરમાં બનેલી ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. આ પહેલાના રવિવારે પણ આવી જ એક દુર્ઘટનામાં 82 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.