ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન
ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન
Published on: 01st October, 2026

દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી Flydubaiની ફ્લાઈટમાં હુમલા વચ્ચે અદમ્ય સાહસ દાખવી 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે ગંભીર ઈજા છતાં હુમલાખોરનો સામનો કરી મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપનાર કેપ્ટન મચ્છરના શૌર્યથી ગુજરાત અને દેશનું નામ રોશન થયું છે. PM મોદી સહિત અનેક નેતાઓએ પણ તેમની બહાદુરીને બિરદાવી છે.