રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે શસ્ત્રોનો કરાર થતાં પાકિસ્તાન સ્તબ્ધ
રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે શસ્ત્રોનો કરાર થતાં પાકિસ્તાન સ્તબ્ધ
Published on: 02nd June, 2026

તાલિબાન અને રશિયા વચ્ચેના વધેલા સંંબંધો હવે લશકરી કરાર સુધી પહોંચતા પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ જાય તે સ્વભાવિક છે. પાકિસ્તાન વૈશ્વિક તખ્તા પર બાપડું બિચારૂં બની રહ્યું છે. પકિસ્તાન ત્રાસવાદનું ઉછેર કેન્દ્ર છે તે ભારત જાહેરમાં કહી રહ્યું છે પરંતુ અમેરિકા તેની આળપંપાળ કરી રહ્યું છે. છેલ્લે અખાતી યુધ્ધમાં મધ્યસ્થી બનવાના પ્રયાસમાં બેઠકો પાકિસ્તાનમાં યોેજવામાં આવી હતી. ભારતમાં રહેલા પાકિસ્તાની સમર્થકોની લોબીના લોકો ત્યારે પાકિસ્તાનની પ્રશંસા કરતા હતા. પરંતુ પાકિસ્તાનમાં રાખેેલી બેઠકો અનિર્ણિત રહેતા પાકિસ્તાન ભોંઠું પડયું હતું.