લેબેનોનમાં ઇઝરાયલના હુમલામાં 14 લોકો માર્યા ગયા, "ડ્રોન એટેક" નો બદલો.
"ડ્રોન એટેક" ના જવાબમાં ઇઝરાયલે લેબેનોન પર હુમલો કર્યો, જેમાં 14 લોકો મૃત્યુ પામ્યા. આ ઘટનાથી સીઝફાયર તૂટી ગયું છે. સ્થિતિ તંગ છે અને વધુ હિંસાની આશંકા છે. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તસવીર પ્રતિકાત્મક છે.
લેબેનોનમાં ઇઝરાયલના હુમલામાં 14 લોકો માર્યા ગયા, "ડ્રોન એટેક" નો બદલો.
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારતીય જહાજ પર હુમલો થયો હતો, જેને લઈને ભારત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. સરકારે કહ્યું કે, ‘ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા રાસાયણિક ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું.’ આ હુમલા બાદ ભારતીય જહાજની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જોકે ભારત સરકાર સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશ પાસે પુરતા પ્રમાણમાં ફર્ટિલાઈઝર અને રસોઈ ગેસની પૂરવઠો હોવાની પણ સરકારે ખાતરી આપી છે.
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
1 મહિનાથી ફસાયેલી વ્હેલને બચાવવા કરોડપતિઓએ લગાવ્યું જોર, વિજ્ઞાનીઓએ કહ્યું- માછલીને મરવા દો એ જ સારું
જર્મનીના બાલ્ટિક સમુદ્રમાં ફસાયેલી ૧૨ ટન વજનની હમ્પબેક વ્હેલ ‘ટિમી’ને બચાવવા ‘ઓપરેશન કુશન’ અમલમાં મુકાયું છે. બે ધનિકોની આર્થિક મદદથી તેને ૪૦૦ કિલોમીટર દૂર ઉત્તર સમુદ્રમાં લઈ જવાની યોજના છે. જોકે, જીવવિજ્ઞાનીઓ વ્હેલની બીમારીને જોતા આ કામગીરીને ક્રૂર ગણાવી રહ્યા છે. આ મુદ્દે રાજકીય તણાવ અને સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનો પણ થયા છે. તાજેતરમાં વ્હેલે સમુદ્ર તરફ યોગ્ય દિશા પકડતા બચાવકર્તાઓમાં આશા જન્મી છે, પરંતુ તેની નાજુક સ્થિતિ હજુ પણ ચિંતાનો વિષય છે.
1 મહિનાથી ફસાયેલી વ્હેલને બચાવવા કરોડપતિઓએ લગાવ્યું જોર, વિજ્ઞાનીઓએ કહ્યું- માછલીને મરવા દો એ જ સારું
ઈરાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું
અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું તેલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, તેલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી. ઈરાનનું 90% થી વધુ તેલ ઉત્પાદન અને નિકાસ ખાર્ગ આઈલેન્ડ પરથી થાય છે. મેરીટાઇમ એનાલિસ્ટ્સના મતે સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાન પાસે હવે માત્ર 13 મિલિયન બેરલ તેલ સંગ્રહવાની જગ્યા બાકી છે. રોજનું 10 થી 11 લાખ બેરલ તેલ સતત આવી રહ્યું છે. જો આ જ ગતિ ચાલુ રહી, તો આગામી 12 થી 13 દિવસમાં ઈરાનના તમામ સ્ટોરેજ ટેન્ક ફૂલ થઈ જશે.
ઈરાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ભારત-ન્યૂઝીલેન્ડે આજે નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
PM બેન્ઝામિન નેતાન્યાહુને હરાવવા માટે બે અલગ અલગ વિચારધારા ધરાવતા પૂર્વ પ્રધાનમંત્રીઓએ પોતાની પાર્ટીઓનું વિલિનીકરણ કરીને એક નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. ઇઝરાયલમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાનો નફતાલી બેનેટ અને યાયર લેપિડે વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જેનો હેતુ તેમને પદ પરથી હટાવવાનો છે. હવે બંને નેતાઓએ બેનેટના નેતૃત્વમાં એક નવી પાર્ટી બનાવવા માટે ફરીથી એક થવાનો અને તેમના પક્ષોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલમાં ઓક્ટોબર 2027 માં ચૂંટણી થવાની છે.
ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'
શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં એક પણ ગામડું નથી? આ દેશ છે સિંગાપોર. સિંગાપોર સંપૂર્ણપણે શહેરીકૃત રાષ્ટ્ર છે અને તેની સમગ્ર વસ્તી શહેરોમાં વસે છે. અહીં જમીનનો લગભગ દરેક હિસ્સો વિકસિત હોવાથી તેને 'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે. આજે સિંગાપોરમાં ગામડા જેવો કોઈ વિસ્તાર જોવા મળતો નથી, પરંતુ આ દેશ હંમેશા આવો નહોતો. પહેલા અહીં પણ નાના-નાના ગામડાંઓ હતા. આ વસાહતો મુખ્યત્વે માછીમારો અને વેપારીઓની હતી. 19મી સદીમાં જ્યારે સિંગાપોર બ્રિટિશ શાસન હેઠળ વેપારી કેન્દ્ર બન્યું, ત્યારથી તેનો વિકાસ ઝડપથી શરૂ થયો.
વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર 123.04 ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ 234 ટકાથી પણ વધી ગયો છે.
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!
સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા-ઈરાન વચ્ચે નવી શાંતિ વાર્તા ઓમાનમાં યોજાઈ શકે છે. ઓમાનમાં બેઠક યોજવાની ઈરાનની પહેલેથી જ ઈચ્છા હતી. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર ઓમાન ગયા હતા, ત્યારપછી એવું મનાઈ રહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા બે દેશો વચ્ચે સમજૂતી કરાવવી અશક્ય નથી. ઈસ્લામાબાદ પહેલા ઓમાનમાં જ શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના હતી. જ્યારે અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા કર્યા હતા, ત્યારે ઓમાન જ વાતચીત ચાલી રહી હતી. ઈરાનના વિદેશ મંત્રી અને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સઈદ વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં બેઠક યોજાઈ હતી.
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!
ટ્રમ્પનું ઈરાનને 3 દિવસનું અલ્ટીમેટમ, અરાઘચીની રશિયાની યાત્રા પર ભડક્યાં, કહ્યું - 'બધું બરબાદ થઈ જશે..'
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થઈ ગયા છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં સીધી ધમકી આપતા જણાવ્યું છે કે જો આગામી ત્રણ દિવસમાં ઈરાન સમજૂતી નહીં કરે, તો તેની ઓઇલની પાઈપલાઈનોમાં ભયંકર વિસ્ફોટ કરવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન પહેલાથી જ જહાજો દ્વારા નિકાસ કરી શકતું નથી અને હવે પાઈપલાઈન ધ્વસ્ત થયા બાદ તે ઓઇલ નિકાસ કરવાને લાયક જ નહીં બચે.
ટ્રમ્પનું ઈરાનને 3 દિવસનું અલ્ટીમેટમ, અરાઘચીની રશિયાની યાત્રા પર ભડક્યાં, કહ્યું - 'બધું બરબાદ થઈ જશે..'
US-Iran યુદ્ધ: કંગાળ પાકિસ્તાને પ્રયત્નો કર્યા છતાં ઇરાનને વિશ્વાસ નથી
આર્થિક સંકટમાં ઘેરાયેલું પાકિસ્તાન US અને ઈરાન વચ્ચે મધ્યસ્થ બનવા માંગે છે, પરંતુ ઈરાનને તેની નિષ્પક્ષતા પર શંકા છે. ઈરાનના સાંસદે પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધોને લીધે નિષ્પક્ષ મધ્યસ્થ બનવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. રેજાઈના મતે, સફળ વાટાઘાટો માટે મધ્યસ્થે નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર હોવું જોઈએ, જે પાકિસ્તાન નથી. ઇરાનના આ વલણથી પાકિસ્તાનના કૂટનીતિક પ્રયત્નોને ફટકો લાગ્યો છે.
US-Iran યુદ્ધ: કંગાળ પાકિસ્તાને પ્રયત્નો કર્યા છતાં ઇરાનને વિશ્વાસ નથી
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ $107ને પાર.
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સની વાતચીત તૂટતા, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો. ભાવ $107ને વટાવી ગયા, જે 2%નો વધારો દર્શાવે છે. પુરવઠામાં અછત મુખ્ય કારણ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $107.49 પ્રતિ બેરલ અને યુએસ WTI ફ્યુચર્સ $96.17 પ્રતિ બેરલ પર પહોંચ્યા. બ્રેન્ટ અને WTI ફ્યુચર્સે અનુક્રમે 17% અને 13%નો વધારો દર્શાવ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ $107ને પાર.
પાકિસ્તાન ભરોસાને લાયક નથી, એ Trump સામે ઝૂકે છે: ઈરાને શાંતિ મંત્રણા મુદ્દે ફજેતી કરી.
Iran એ પાકિસ્તાનની US સાથેની મધ્યસ્થી ભૂમિકાની ટીકા કરી. ઈરાને પાકિસ્તાન પર અમેરિકા તરફી હોવાનો આરોપ મૂક્યો છે. ઈરાનનું કહેવું છે કે પાકિસ્તાન તટસ્થ નથી અને ડોનાલ્ડ Trumpના હિતોનું સમર્થન કરે છે. મધ્યસ્થી તરીકે પાકિસ્તાન વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. પાકિસ્તાન એક પડોશી તરીકે સારું છે, પણ મધ્યસ્થી તરીકે નહીં.
પાકિસ્તાન ભરોસાને લાયક નથી, એ Trump સામે ઝૂકે છે: ઈરાને શાંતિ મંત્રણા મુદ્દે ફજેતી કરી.
જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ: વહેલી સવારે જોરદાર ઝટકાથી લોકોમાં ફફડાટ ફેલાયો.
જાપાનના હોકાઈડો ક્ષેત્રમાં વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઈ, લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપ વહેલી સવારે 5:24 વાગ્યે આવ્યો હતો.
જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ: વહેલી સવારે જોરદાર ઝટકાથી લોકોમાં ફફડાટ ફેલાયો.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન.
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ પર ગોળીઓ ચાલવી જ જોઈએ, કારણ કે તેઓ દુનિયા પર દબદબો બનાવવા માંગતા હતા. વડેટ્ટીવારે એમ પણ કહ્યું કે ભારતમાં પણ જનતાનો મૂડ કંઈક આવો જ છે. તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. "જેવી કરણી તેવી ભરણી".
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન.
ન્યૂઝીલેન્ડનું ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ અને ભારત દ્વારા 95 ટકા વસ્તુઓ પર ટેરિફમાં ઘટાડો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે, જેમાં ન્યૂઝીલેન્ડ મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ અને ઇનોવેશન ક્ષેત્રમાં 15 વર્ષમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે. ન્યૂઝીલેન્ડના કોલસા, ઉન, બ્લૂબેરી, વાઇન સહિતની 95 ટકા વસ્તુઓ પર ભારત ટેરિફ ઘટાડશે અથવા રદ કરશે. હોર્મુઝ ખાડીની પરિસ્થિતિ વચ્ચે આ મહત્વપૂર્ણ કરાર થશે.
ન્યૂઝીલેન્ડનું ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ અને ભારત દ્વારા 95 ટકા વસ્તુઓ પર ટેરિફમાં ઘટાડો.
ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો.
દિલ્હીથી Zurich જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા પાયલોટે તાત્કાલિક ઉડાન રદ કરી. વિમાનમાંથી બહાર નીકળવા ધક્કામુક્કીમાં ચાર મુસાફરો ઘાયલ થયા. દિલ્હી એરપોર્ટ પર ફુલ EMERGENCY જાહેર કરાઈ અને રનવે પર ફાયર ફાઇટર્સની ટીમો દોડી આવી. દિલ્હી એરપોર્ટનો દાવો છે કે મુસાફરો સુરક્ષિત છે.
ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો.
ટ્રમ્પ ફરી 'ટાર્ગેટ': હુમલાખોર બંદૂક સાથે હોટેલમાં ઘૂસે તે પહેલાં પકડાયો, ટ્રમ્પે મિશન ચાલુ રાખવાની જાહેરાત કરી.
વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાં ડીનર પાર્ટી દરમિયાન ટ્રમ્પ પર ત્રીજી વખત હુમલો થયો. હુમલાખોર લોબીમાં જ પકડાયો, પરંતુ ગોળીબારથી અફરાતફરી મચી ગઈ. ટ્રમ્પે કહ્યું કે આવા કાયરતાપૂર્ણ હુમલા તેમને ઈરાન સામે જીતતા રોકી નહીં શકે, અને તેઓ તેમના મિશનમાં જરા પણ પાછીપાની નહીં કરે.
ટ્રમ્પ ફરી 'ટાર્ગેટ': હુમલાખોર બંદૂક સાથે હોટેલમાં ઘૂસે તે પહેલાં પકડાયો, ટ્રમ્પે મિશન ચાલુ રાખવાની જાહેરાત કરી.
ચીનમાં યુનિ.માં હ્યુમનોઈડ રોબોટ વિદ્યાર્થિનીને ભેટી પડતા વિવાદ.
ચીનની યુનિવર્સિટીમાં હ્યુમનોઈડ રોબોટ ડાન્સ કરતી વખતે બેકાબુ થઈ વિદ્યાર્થિનીને ભેટી પડ્યો. આ ઘટનાથી લોકોમાં રમૂજ અને ચિંતા જન્મી. STAFFએ તરત જ હસ્તક્ષેપ કર્યો. PUBLIC જગ્યાએ ROBOTના વર્તન અને નિયંત્રણ અંગે સવાલો ઉભા થયા. ચીનમાં ROBOTના વધતા જતા ઉપયોગથી લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ ઘટના VIRAL થઈ.
ચીનમાં યુનિ.માં હ્યુમનોઈડ રોબોટ વિદ્યાર્થિનીને ભેટી પડતા વિવાદ.
માલીમાં મોટો આતંકી હુમલો, સંરક્ષણ મંત્રી સાદિયોનું મોત
માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક ભાગો પર એકસાથે હુમલો કર્યો. આ હુમલામાં દેશના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાએ જીવ ગુમાવ્યો. આ હુમલો એટલો મોટો હતો કે આખી દુનિયાની નજર માલી પર ટકેલી છે. પ્રાથમિક વિગતો અનુસાર અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ આ કાવતરું ઘડ્યું છે. હુમલાને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો અને સૌથી સંગઠિત હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
માલીમાં મોટો આતંકી હુમલો, સંરક્ષણ મંત્રી સાદિયોનું મોત
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાન-અમેરિકા વચ્ચેના સંબંધો અંગે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં સફળ થાય તો પણ ભારતનું કદ નાનું નહીં થાય. વાસ્તવમાં કોંગ્રેસ પાકિસ્તાનની મધ્યસ્થતા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહે છે અને મોદી સરકારની વિદેશ નીતિ પર પણ સવાલો ઉઠાવતી રહે છે.
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે
વિશ્વ બેંકના નવા રિપોર્ટ અનુસાર, વર્ષ 2050 સુધીમાં અત્યંત ગરમીનો સામનો કરતા શહેરી ગરીબોની સંખ્યામાં 700 ટકાનો ભયાનક વધારો થશે. આ આંકડા સૂચવે છે કે ભવિષ્યમાં અત્યાર કરતા સાત ગણા વધુ લોકો ગરમીના પ્રકોપમાં શેકાશે, જેમાં પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના શહેરો સૌથી વધુ જોખમમાં છે. મજૂરો, વૃદ્ધો અને બાળકો હીટવેવનો પ્રથમ શિકાર બનશે. જો ગ્લોબલ વોર્મિંગ સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો લાંબી અને જીવલેણ ગરમી માનવ જીવન અને અર્થતંત્રને વેરવિખેર કરી દેશે.
વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે
ટ્રમ્પ પર હુમલા અસલી કે નકલી? વ્હાઇટ હાઉસ શૂટિંગ બાદ સોશિયલ મીડિયા પર 'કોન્સ્પિરેસી થિયરી'નું ઘોડાપૂર
૨૦૨૪માં પેન્સિલવેનિયાની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાએ વિશ્વને ચોંકાવી દીધું હતું. સ્ટેજ પર લોહીલુહાણ ચહેરે મુઠ્ઠી ઉઠાવતા ટ્રમ્પના દ્રશ્યો ઐતિહાસિક બન્યા, પરંતુ તેની સાથે જ અનેક સાજિશની થિયરીઓ પણ વહેતી થઈ હતી. ઘણા ટીકાકારો અને નેતાઓએ આ હુમલાને ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવવા માટેનો 'સ્ક્રિપ્ટેડ' પ્રયાસ ગણાવ્યો હતો. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ શંકાઓ ફરી તાજી થઈ છે, જેમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પાયાવિહોણા દાવાઓ દ્વારા આ ઘટનાની સત્યતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ટ્રમ્પ પર હુમલા અસલી કે નકલી? વ્હાઇટ હાઉસ શૂટિંગ બાદ સોશિયલ મીડિયા પર 'કોન્સ્પિરેસી થિયરી'નું ઘોડાપૂર
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝને લઈ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજીતરફ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લાંબા સમયના પ્રયાસ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ આવતીકાલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરવાના છે. આ ડીલ બાદ બંને દેશો વચ્ચે વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક રખાયું છે. PTIના રિપોર્ટ મુજબ, આવતીકાલે 27 એપ્રિલે દિલ્હીના ભારત મંડમમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાંક્ષર થશે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટૉડ મૈક્લે ઉપસ્થિત રહેશે.
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો વિરોધ નોંધાવ્યો છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓ સુરક્ષિત હોવા બદલ રાહત વ્યક્ત કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં બનેલી તાજેતરની સુરક્ષા ઘટના બાદ એ જાણીને રાહત થઈ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
'આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે...' ફાયરિંગ બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
'વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર' દરમિયાન થયેલા ફાયરિંગ બાદ પ્રમુખ ટ્રમ્પે પ્રેસને સંબોધિત કરતા પોતાની અને કેબિનેટની સુરક્ષાની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીના વખાણ કરતા જણાવ્યું કે હુમલાખોર પકડાઈ ગયો છે અને આ સ્થગિત થયેલો કાર્યક્રમ આગામી 30 દિવસમાં ફરી યોજવામાં આવશે.ટ્રમ્પે કહ્યું કે, ફાયરિંગ દરમિયાન સિક્રેટ સર્વિસે અત્યંત બહાદુરી બતાવી. તેમણે મને, મેલાનિયા અને જેડી વેન્સ સહિત તમામ લોકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢ્યા તે કાબિલે તારીફ છે.
'આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે...' ફાયરિંગ બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
દુનિયાભરમાં દર 24 કલાકે 89 નવા લોકો સુપર-રિચ ક્લબમાં સામેલ થઈ રહ્યા છે, જેમની સંપત્તિ 3 કરોડ ડોલરથી વધુ છે. ભારતમાં શ્રીમંતોની સંખ્યા 2021માં લગભગ 12,000 થી વધીને 2026માં 19,877 થઈ ગઈ, જે 63% નો વધારો છે. અંદાજ છે કે 2031 સુધીમાં દેશમાં અબજોપતિઓ 51% વધીને 313 થઈ જશે. ગ્લોબલ અલ્ટ્રા-વેલ્થમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 2.8% છે, પણ તે સતત વધી રહ્યો છે.
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
અમદાવાદ: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થતાં ભારતની Engineering નિકાસમાં મોટો ઘટાડો થયો છે. UAEમાં 66.8% અને સાઉદી અરેબિયામાં 45% ઘટાડો થયો છે. માર્ચમાં UAEમાં Engineering માલની નિકાસ ઘટીને $237.4 મિલિયન થઈ, જે ગયા વર્ષે $714.8 મિલિયન હતી. પરિસ્થિતિ ચિંતાજનક છે.
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા સંઘર્ષ: કોણે ગુમાવ્યું, કોણે મેળવ્યું?
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ સૈન્ય પ્રદર્શન સાથે અબજો ડોલરની રમત છે. શાંતિવાર્તા ટૂંકી ચાલી, વૈશ્વિક બજાર બદલાયું. યુરોપે ફોસિલ ફ્યુઅલના બિલ પેટે 25.70 અબજ ડોલરનો બોજ ઉઠાવવો પડ્યો. ઈરાનની આવક બમણી થઈ, અમેરિકાની ‘બિગ ઓઈલ’ કંપનીઓએ અબજો ડોલરનો નફો કર્યો. IMF મુજબ એશિયાનો વિકાસ દર ઘટશે. યુદ્ધથી રશિયાને ફાયદો, સોનાના ભાવ વધ્યા. ભારતીય શેરબજાર અસ્થિર થયું. સંરક્ષણ બજેટ વધવાથી સામાજિક ખર્ચ ઘટશે.
ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા સંઘર્ષ: કોણે ગુમાવ્યું, કોણે મેળવ્યું?
ઈરાન શસ્ત્રસમૃદ્ધ થયું, કાશ્મીરના લોહીની કિંમત પણ ચૂકવાઈ.
આર્મ્સ ડીલર્સની અંધારી દુનિયાનો લેખ: 'ક્રોસિંગ...' જહાજ દુબઈથી નીકળ્યું, CIAના રડાર પર હતું. કન્સાઈન્મેન્ટમાં 'ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ્સ' હતાં. અમેરિકાએ તોપમારો કરી જહાજને ઘેરી લીધું, જેમાં યુરેનિયમ શુદ્ધિકરણ માટેના સેન્ટ્રિફ્યુઝ હતા. લિબિયાના ગદ્દાફીએ અમેરિકાના દબાણથી કાર્યક્રમ બંધ કર્યો, પાકિસ્તાને ચોરી કરીને અણુબોમ્બ બનાવ્યો. કાશ્મીરમાં ઉગ્રવાદ માટે દલ્લો વાપર્યો. પાકિસ્તાને વેચેલી ટેક્નોલોજીનો લાભાર્થી ઈરાન પણ હતું.
ઈરાન શસ્ત્રસમૃદ્ધ થયું, કાશ્મીરના લોહીની કિંમત પણ ચૂકવાઈ.
આયર્લેન્ડ: એમરાલ્ડ ટાપુ
આયર્લેન્ડ, હરિયાળીથી ભરપૂર ભૂપ્રદેશ માટે 'એમરાલ્ડ ટાપુ' તરીકે ઓળખાય છે, યુરોપમાં એક અનોખો દેશ છે. પ્રવાસન સ્થળ તરીકે આયર્લેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે ટ્રિપનું પ્લાનિંગ કરવું, ડ્રાઇવિંગ માટે લાયસન્સ મેળવવું, શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, અને VAT refund મેળવવાનું ભૂલવું નહિં. કપડાં સમજી વિચારીને પેક કરવા. આઇરિશ લોકો સાથે વિવેકપૂર્ણ વ્યવહાર રાખવો.