ભારત-મ્યાનમાર જમીન અદલાબદલી!
ભારત-મ્યાનમાર જમીન અદલાબદલી!
Published on: 06th August, 2026

ભારત અને મ્યાનમાર વચ્ચે દાયકાઓથી ચાલી રહેલો સરહદ નક્કી કરવાનો મુદ્દો જમીનની અદલાબદલી દ્વારા ઉકેલવા પર વિચારણા ચાલી રહી છે. આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વણઉકેલાયેલા વિસ્તારો પર વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું છે. અમેરિકન મેગેઝિન 'દ ડિપ્લોમેટ'ના રિપોર્ટ મુજબ, મણિપુર સરહદ પર સીમા નક્કી કરવા માટે જમીનની અદલાબદલીનો પ્રસ્તાવ છે, જે મણિપુરના ચંદેલ જિલ્લા અને મ્યાનમારના સગાઈંગ વિસ્તારને લગતો છે. જોકે, આ પ્રસ્તાવ સામે મણિપુરમાં મૈતેઇ નાગરિક સંગઠનો દ્વારા વિરોધ અને જન-આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.