ઇરાનનાં પરમાણુ સ્થળોનું નિરીક્ષણ IAEAએ દ્વારા ફરજિયાત: ટ્રમ્પની પણ ચેતવણી
ઇરાનનાં પરમાણુ સ્થળોનું નિરીક્ષણ IAEAએ દ્વારા ફરજિયાત: ટ્રમ્પની પણ ચેતવણી
Published on: 25th June, 2026

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના પ્રમુખ રાફેલ ગ્રોસીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ટીમ ટૂંક સમયમાં ઇરાનના પરમાણુ સંવર્ધન કેન્દ્રનું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ ઇરાન-યુએસ સમજૂતીનો મુખ્ય ભાગ છે. IAEA ઇરાનના પરમાણુ ભંડારની સ્થિતિ સુનિશ્ચિત કરશે. જો ઇરાન હોર્મુઝમાં કોઈપણ સ્વરૂપે ટોલ ટેક્સ લેશે તો શાંતિ મંત્રણા રદ કરવામાં આવશે તેવી ટ્રમ્પની ધમકી છે. ઇરાનના ટોચના રાજદ્વારીઓએ આ નિરીક્ષણને અંતિમ કરાર બાદની બાબત ગણાવી છે.