અમેરિકા-ઇરાન ડીલમાં ચાર લક્ષ્મણ રેખા એક પણ ઓળંગાશે તો યુદ્ધ ફરી શરૂ થશે
અમેરિકા-ઇરાન ડીલમાં ચાર લક્ષ્મણ રેખા એક પણ ઓળંગાશે તો યુદ્ધ ફરી શરૂ થશે
Published on: 24th June, 2026

અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલી પ્રારંભિક સમજૂતીથી મધ્ય-પૂર્વમાં શાંતિની આશા જાગી છે, પરંતુ ચાર મોટા મુદ્દાઓ હજુ વિવાદાસ્પદ છે. હોર્મુઝ જળમાર્ગ પર નિયંત્રણ, ઇરાનનો બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ, પરમાણુ કેન્દ્રો પર આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ અને આર્થિક પ્રતિબંધોમાં રાહત અંગે બંને દેશોના મતભેદ યથાવત છે. અમેરિકા અને ઇરાન પોતાના વલણ પર અડગ હોવાથી સમજૂતીનું ભવિષ્ય અનિશ્ચિત દેખાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ મુદ્દાઓનો ઉકેલ ન આવે તો મધ્ય-પૂર્વમાં ફરી તણાવ અને સંઘર્ષ વધવાની શક્યતા છે.