ઈઝરાયલ-લેબેનોન વચ્ચે સીઝફાયર 3 અઠવાડિયા લંબાયું, ટ્રમ્પની મધ્યસ્થતામાં લેવાયો નિર્ણય
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે સીઝફાયર 3 અઠવાડિયા લંબાયું, ટ્રમ્પની મધ્યસ્થતામાં લેવાયો નિર્ણય
Published on: 24th April, 2026

વૈશ્વિક શાંતિના પ્રયાસોમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વની સફળતા મેળવતા ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધવિરામને વધુ ૩ અઠવાડિયા માટે લંબાવવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ ખાતે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. આ શાંતિ મંત્રણાનો મુખ્ય હેતુ પશ્ચિમ એશિયામાં સ્થિરતા સ્થાપિત કરવાનો અને લેબેનોનને હિઝબુલ્લાહના જોખમથી સુરક્ષિત રાખવાનો છે. ટ્રમ્પના આ મધ્યસ્થીભર્યા પગલાથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષમાં મોટી રાહત મળવાની અપેક્ષા સેવાઈ રહી છે.