જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી LoC પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર
જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી LoC પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર
Published on: 18th July, 2026

જમ્મુ-કાશ્મીર (PoJK)માં વણસતી પરિસ્થિતિ અને જનતાના વિરોધથી ધ્યાન ભટકાવવા પાકિસ્તાની સેનાએ રાજૌરી LoC પર ભારે ફાયરિંગ શરૂ કર્યું. ભારતીય સૈન્યે તેમને જડબાતોડ જવાબ આપ્યો. શુક્રવારે રાત્રે તરકુંડી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી નાના હથિયારોથી ગોળીબાર થયો, જેને ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. આતંકીઓની શંકાસ્પદ હિલચાલ બાદ સેના એલર્ટ પર હતી. 'ઓપરેશન સિંદૂર' બાદ આ પ્રથમ મોટી ઘટના છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.