ઓસ્ટ્રેલિયાએ વીઝા ન આપતાં મોહનલાલનો સિડની શો કેન્સલ
ઓસ્ટ્રેલિયાએ વીઝા ન આપતાં મોહનલાલનો સિડની શો કેન્સલ
Published on: 09th August, 2026

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ઓસ્ટ્રેલિયા દ્વારા વીઝા ન મળવાને કારણે સિડનીમાં યોજાનારો તેમનો સ્ટેજ શો રદ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને પગલે મોહનલાલે સિંગાપોરથી વિડિયો સંદેશ દ્વારા શોના આયોજકો અને ભાગ લેનારાઓની માફી માંગી છે. તેમણે કહ્યું કે ૫૦ વર્ષના કારકિર્દીમાં પહેલીવાર તેમને વીઝા મળ્યા નથી. આ કોઈ ટેકનિકલ, કારકુની કે AI ની ભૂલ હોઈ શકે છે. મોહનલાલે આ માટે પોતાની અસમર્થતા વ્યક્ત કરી અને ચાહકોની પણ માફી માંગી, સાથે જ સિડનીમાં ફરી શો કરવાની ખાતરી આપી.