નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક પૂર
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક પૂર
Published on: 26th August, 2026

ચીનના તિબેટ વિસ્તારમાંથી અચાનક આવેલા પૂરના કારણે નેપાળમાં ભારે તબાહી મચી ગઈ છે. નેપાળના 5 જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં રસુવા, નુવાકોટ, ઘાડિંગ અને ચિતવન જિલ્લાઓમાં ભારે નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે. બુધવારે સવારે તિબેટમાંથી નીકળતી ભોટેકોશી નદીના જળસ્તરમાં અચાનક જંગી વધારો થતાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરના કારણે રસુવામાં આવેલા એક હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં પણ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. રસુવા વિસ્તારમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ટિમુરે બોર્ડર પોસ્ટ પર તૈનાત 9 પોલીસકર્મીઓ પણ પૂરના પ્રવાહમાં ગુમ થયા છે.