નેપાળમાં પૂરમાં લાપતા ગુજરાતીઓને શોધવા વહીવટીતંત્ર એલર્ટ
નેપાળમાં પૂરમાં લાપતા ગુજરાતીઓને શોધવા વહીવટીતંત્ર એલર્ટ
Published on: 27th August, 2026

નેપાળ-ચીન સરહદ નજીક ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરમાં 384 યાત્રિકો ગુમ થયા છે, જેમાં 105 ભારતીયોનો સમાવેશ થાય છે. આ યાત્રિકોમાં ગુજરાતીઓ હોવાની આશંકાને પગલે ગુજરાત સરકાર દ્વારા કલેક્ટર કચેરીઓ પર હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. જોકે, સૌરાષ્ટ્ર કે ગુજરાતના કોઈ યાત્રિકો ફસાયા હોવાના સત્તાવાર અહેવાલ નથી. આ ઘટના બાદ રાજ્ય સરકાર આ મુદ્દે સક્રિય રીતે તપાસ કરી રહી છે.