PM મોદીની જાહેરાત: બિગ બેશ લીગની ઓપનિંગ મેચ ચેન્નઇમાં રમાશે
PM મોદીની જાહેરાત: બિગ બેશ લીગની ઓપનિંગ મેચ ચેન્નઇમાં રમાશે
Published on: 10th July, 2026

ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગ (BBL) ની 2026-27 સીઝનની શરૂઆત ભારતમાં થશે. PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનિઝે આ ઐતિહાસિક જાહેરાત કરી છે. BBL 16 નો પ્રથમ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે, જે BBLના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા બહારની પ્રથમ મેચ હશે. આ મેચમાં મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ ટકરાશે. બંને દેશોએ રમતગમતમાં સહયોગ વધારવા 'રોડમેપ' પણ જાહેર કર્યો છે.