ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ: ઈઝરાયલ-સાઉદીના ઓઈલ ઠેકાણા તબાહ કરી નાખીશું
ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ: ઈઝરાયલ-સાઉદીના ઓઈલ ઠેકાણા તબાહ કરી નાખીશું
Published on: 02nd August, 2026

મિડિલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. અમેરિકા દ્વારા ઈરાની એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાના અહેવાલો વચ્ચે ઈરાને વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે. ઈરાન અનુસાર, જો અમેરિકા કે ઈઝરાયલ હુમલો કરશે તો મધ્ય પૂર્વના મુખ્ય ઓઈલ અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરોને નિશાન બનાવશે. જેમાં સાઉદી અરેબિયાના ઘાવર ઓઈલ ફીલ્ડ, UAE ની ઝાકુમ ઓઈલ ફીલ્ડ, કતારનું નોર્થ ફીલ્ડ, કુવૈત અને બહરીનના ઓઈલ ક્ષેત્રો તથા ઈઝરાયેલના લેવિયાથન અને તમાર ગેસ ક્ષેત્રો સામેલ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની કડવાશ વધી રહી છે, જે મોટા યુદ્ધનું જોખમ ઊભું કરી શકે છે.