અમેરિકામાં બર્ગર રેસ્ટોરન્ટમાં ગોળીબાર
અમેરિકામાં બર્ગર રેસ્ટોરન્ટમાં ગોળીબાર
Published on: 02nd August, 2026

અમેરિકાના આઈડાહો (Idaho) રાજ્યના ટ્વિન ફોલ્સ (Twin Falls) શહેરમાં 'ઈન-એન્ડ-આઉટ બર્ગર' (In-N-Out Burger) રેસ્ટોરન્ટમાં એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં શૂટર સહિત 3 લોકોના મોત થયા અને 2 ગંભીર રીતે ઘાયલ થયા. આ રેસ્ટોરન્ટ માત્ર એક અઠવાડિયા પહેલા જ શરૂ થયું હતું. ઘટના સમયે મોટી સંખ્યામાં ગ્રાહકો હાજર હતા. પોલીસે શંકાસ્પદ હુમલાખોરને મૃત હાલતમાં શોધી કાઢ્યો છે અને વિસ્તાર સીલ કરી તપાસ હાથ ધરી છે. હુમલાના કારણો અને અન્ય કોઈ સામેલગીરી અંગે પોલીસ તપાસ કરી રહી છે.