યુક્રેન દ્વારા રશિયા પર 500થી વધુ ડ્રોનથી મોટો હુમલો, મોસ્કોની ઓઈલ રિફાઈનરી પણ સળગી
યુક્રેન દ્વારા રશિયા પર 500થી વધુ ડ્રોનથી મોટો હુમલો, મોસ્કોની ઓઈલ રિફાઈનરી પણ સળગી
Published on: 18th June, 2026

યુક્રેન-રશિયા યુદ્ધમાં, રશિયાના તાજેતરના હુમલા બાદ યુક્રેને વળતો જવાબ આપ્યો છે. યુક્રેને રાજધાની મોસ્કો પર 500થી વધુ ડ્રોનનો ઉપયોગ કરીને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે, જેના કારણે મોસ્કોની એક ઓઈલ રિફાઈનરીમાં આગ લાગી હતી. આ હુમલાને પગલે સુરક્ષાના કારણોસર મોસ્કોના તમામ ઍરપૉર્ટો પરથી ફ્લાઇટનું સંચાલન અટકાવી દેવાયું છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમની સેનાએ આકાશમાં જ યુક્રેનના 180 ડ્રોન તોડી પાડ્યા હતા.