યુક્રેને મોસ્કો પર 500થી વધુ ડ્રોનથી કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, અનેક ઓઈલ રિફાઈનરી ભડકે બળી
યુક્રેને મોસ્કો પર 500થી વધુ ડ્રોનથી કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, અનેક ઓઈલ રિફાઈનરી ભડકે બળી
Published on: 18th June, 2026

યુક્રેન-રશિયા યુદ્ધમાં, યુક્રેને રશિયાના તાજેતરના હુમલાના જવાબમાં મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલા બાદ રશિયાની રાજધાની મોસ્કોના તમામ ઍરપૉર્ટો પરથી ફ્લાઇટનું સંચાલન અટકાવી દેવાયું છે. રશિયન એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે જણાવ્યું કે, સુરક્ષા કારણોસર રન-વે પરની તમામ ફ્લાઇટોનું ઉડ્ડટન થોડા સમય માટે રોકવામાં આવ્યું છે. રશિયન અધિકારીઓના દાવા મુજબ, સેનાએ આકાશમાં જ યુક્રેનના 180 ડ્રોન તોડી પાડ્યા છે.