શેખ હસીનાની ભારતથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ
શેખ હસીનાની ભારતથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ
Published on: 06th August, 2026

બાંગ્લાદેશમાં Gen-Z આંદોલનના બે વર્ષ બાદ, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે બાંગ્લાદેશમાં ડર અને પીડાનો ઉલ્લેખ કરી ડિસેમ્બરમાં દેશ પરત ફરવાનો દાવો કર્યો. આ સંબોધન બાદ બાંગ્લાદેશમાં ભારે વિરોધ થયો. ઢાકાએ ભારત સરકારને કાર્યક્રમની અસર અંગે અગાઉ ચેતવણી આપી હોવાનો દાવો કર્યો અને તેને બંને દેશોના સંબંધો માટે નુકસાનકારક ગણાવ્યું.