બાંગ્લાદેશ શેખ હસીનાનાં પ્રત્યાર્પણની માગ પડતી મુકશે ?
બાંગ્લાદેશ શેખ હસીનાનાં પ્રત્યાર્પણની માગ પડતી મુકશે ?
Published on: 17th August, 2026

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની સંભવિત ભારત મુલાકાત પહેલાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો બંને દેશો વચ્ચે મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે. ઢાકાએ હસીનાના પ્રત્યાર્પણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની માંગ કરી છે, જેના કારણે મુલાકાત અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. ભારતે પ્રત્યાર્પણની વિનંતી કાયદાકીય પ્રક્રિયા મુજબ વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે વેપાર, ઊર્જા અને અન્ય વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને બંને પક્ષો તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.